સુરત ગણેશ ઉત્સવ સમિતિ
શ્રી ગણેશ ઉત્સવ હિન્દુ ધર્મ સંસ્કૃતિનો અને દેશ ભક્તિનો આ ઉત્સવ ધાર્મિક ભાવના અને ભાવભર્યા વાતાવરણમાં ઉજવાય, સમાજની અંદર શીલ, સંસ્કારની અભિવૃદ્ધિ થાય એ હેતુથી સુરત શહેરના ધર્માચાર્યો દ્રારા નીચે મુજબની આચાર સંહિતા ઘડી કાઢવામાં આવી છે. આ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરી શ્રીગણેશ ઉત્સવના આયોજકોને ધાર્મિક પવિત્રતા અને ઉત્સવની ગરીમાં જળવાઇ રહે એવી સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ આગ્રહભરી વિનંતી કરે છે.

