અનિલ બિસ્કીટવાલા (પ્રમુખ) તથા સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિનાં તમામ સભ્યો ધાર્મિક ભક્તિથી રાષ્ટ્રભક્તિ,
ભારતીય સંસ્કૃતિ અનુરૂપ સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવવા
સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ કટીબધ્ધ
હિન્દુ સંસ્કૃતિ દુનિયાની સૌથી પ્રાચીન સંસ્કૃતિ, સૌથી પ્રાચીન કાલગણનાં, દરેક યુગે યુગે હિન્દુસ્તાનની પુણ્ય ભૂમિ ઉપર ભગવાન અવતરે છે. દુનિયાના અનેક દેશોએ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ભારતની હિન્દુ સંસ્કૃતિ પર પ્રહાર અને નાશ કરવાની કોશીષ વચ્ચે પણ આજે આધ્યાત્મિક તાકાત અને ભવ્યાતિભવ્ય પરંપરાથી હિન્દુ સંસ્કૃતિને આધારે હિન્દુ ધર્મ ટકી રહ્યો છે. ૧૮૩૨ માં અંગ્રેજોએ મેકોલો શિક્ષણ પધ્ધતિ ભારતમાં ચાલુ કરી કાળા અંગ્રેજો પેદા કરવા તેમજ આગવી વ્યવસ્થા અને કાયદાથી ભારતીય વૈદિક સંસ્કૃતિ ખતમ કરી કાયમ માટે ભારતમાં અંગ્રેજી શાસન રહે એવી મેલીમુરાદથી કાર્યશીલ થયા કે તરત જ આ દેશની આધ્યાત્મિક શક્તિથી ભવ્ય પરંપરા અને હિન્દુ સંસ્કૃતિની તાકાતથી સને-૧૮૫૭માં વીર ક્રાંતિકારીઓએ અંગ્રેજો સામે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ છેડ્યો. ભલે તે વખતે વીર ક્રાંતિકારીઓ સફળ ન રહ્યા પરંતુ સમગ્રદેશમાં જન-જનમાં આઝાદી પ્રાપ્ત કરવા માટે દિલ અને મનમાં આઝાદીની ચીંગારીનો સંચાર થયો. અંગ્રેજોનો રાજકીય સભા ઉપરનો પ્રતિબંધ ખાળવા પરમ પૂજ્ય લોકમાન્ય તિળકે સને-૧૮૯૨માં સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવા માટે હિન્દુ સમાજનું સંગઠન કરવા માટે, હિન્દુ સમાજમાં અસ્પૃશ્યતા નાબુદ કરવા માટે, સમાજ એક બને, સંગઠીત બને અને પુરી તાકાતથી સંપુર્ણ સ્વરાજ પ્રાપ્ત કરવા માટે (મહારાજ છત્રપતિ શિવાજીનાં સમયમાં સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવાતો હતો અને તેમના જીવનચરિત્રમાંથી બાળ ગંગાધર તિળકે પ્રેરણા લઇ) સાર્વજનિક ગણેશ ઉત્સવની મહારાષ્ટ્રમાં પુના શહેરથી શરૂઆત કરાવી અને જોતજોતામાં હિન્દુસ્તાનમાં મુખ્ય શહેરોમાં ગણેશ ઉત્સવ સાર્વજનિક રૂપે ઉજવવા લાગ્યો, નામી-અનામી અનેક ક્રાંતિકારીઓએ સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવા માટે સાર્વજનિકરૂપે ગણેશ ઉત્સવના મંચને પસંદ કરી સ્વાતંત્ર્ય સંગ્રામની ગતિવિધીને વધુ તીવ્ર કરી, જેમાં સ્વાતંત્ર્ય વીર સાવરકર, ચાફેકરબંધું, ડૉ. કેશવ બલીરામ હેડગેવાર, બાળા સાહેબ ઠાકરેના પિતાશ્રી તેમજ લાલ-બાલ અને પાલની ત્રીપુટીએ પણ લોકોમાં રાષ્ટ્રીય ચેતના પ્રગટાવી. આમ આઝાદી પહેલાનો ગણેશ ઉત્સવ દેશની આઝાદી માટે હિન્દુ સમાજ સંગઠીત થાય તે માટે તેમજ હિન્દુ સમાજનાં કુરીવાજો, અંધશ્રધ્ધા દુર કરવા અનેક પ્રયત્ન થયાં.
આઝાદી બાદ સાર્વજનિક રૂપે ઉજવાતાં ગણેશ ઉત્સવમાં ઘણા બધા દુષણો વધતા ગયા જે ને કારણે ધર્માચાર્યો અને સંતો-મહંતો પ્રેરિત સુરતમાં સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિમો ઉદ્દભવ થયો. આઝાદી પહેલા ૧૯૩૮ થી સુરત શહેરમાં ભારત સેવાશ્રમ સંઘ, હિન્દુ મિલન મંદિર ગોપીપુરા મુકામે સાર્વજનિય્ક રૂપે ગણેશ ઉત્સવની શરૂઆત કરી જ્યાં હાલમાં સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિનું મુખ્ય કાર્યાલય આવેલુ છે ત્યાં છેલ્લા ૮૫ વર્ષથી ગણેશ ઉત્સવ સંપુર્ણ ધાર્મિકતાથી ઉજવાય રહ્યો છે.
પરમ પૂજ્ય લોકમાન્ય તિળકજીએ જે ઉદ્દેશથી સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરાવી તે ઉદ્દેશને સિધ્ધ કરવા, લોકોમાં રાષ્ટીયતા, ધાર્મિકતા શોર્ય અને વીરતા વિક્સે તે માટે, ધર્મની ગરિમા જળવાઇ તે માટે, ગણેશ ઉત્સવ પવિત્ર વાતાવરણમાં ઉજવાય તે માટે, ગણેશ આયોજકોને સહેલાઇથી પરમીટ મળી રહે તે માટે, હિન્દુ સમાજનાં સંગઠનની ભાવના વધે તે માટે, ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ગણેશ ઉત્સવ જળવાઇ રહે તે માટે, સમાજની અંદર શીલ-સંસ્કારની અભિવૃધ્ધિ થાય તે માટે, ધાર્મિક ભક્તિથી રાષ્ટ્રીય ભક્તિ તરફ લોકો પ્રેરાઇ તે માટે અને ખાસ કરીને આ વર્ષે પ્રત્યેક ગણપતિ સ્થાપકો/આયોજકો/મંડળો પોતાની શેરીમાં/સોસાયટીમાં પ્રત્યેક વર્ષે ઓછામાં ઓછી બે વ્યક્તિ માટે શૈક્ષણીક/મેડીકલ તબીબી/સામાજીક ઉત્કર્ષ માટે પોતાના મંડળનાં ફંડમાંથી સહાય કરી સમાજનાં ઉત્થાન માટે કાર્ય કરે તે માટે અને સંતોએ બહાર પાડેલ આચારસંહિતાનું પાલન કરવા લગભગ દસ હજાર ગણેશ મંડળોએ કાર્યરત છે તેવો તમામ ગણેશ મંડળોને નમ્ર અપીલ છે.