શ્રી ગણેશાય નમ: 

હિંદુ શાસ્ત્રમાં વિદિત સૂત્ર દર્શાવ્યુ છે કે "કલો ચંડી-વિનાયકો” એ સુત્રના મત મુજબ કલિયુગમાં બે દેવનું વિશેષ પ્રાધાન્ય અને મહત્વ તેમજ પૂજન-અર્ચન થશે જે સુત્ર હાલ ના સમયમાં પ્રત્યક્ષ ચરિતાર્થ થતું દેખાય આવે છે. જે પૈકી ભગવાન ગણેશજી કે જેનું પુજન હિંદુ ધર્મના દરેક કાર્યમાં સૌ પ્રથમ પુજનીય છે. જેવી કે વિદ્યાના આરંભમાં, વિવાહના પ્રસંગમાં, નવા મકાન કે ઓફિસના મુર્હતમાં, આદિકાળમાં જ્યારે સંગ્રામ થતો હતો ત્યારે ગણેશજી પ્રથમ પુજતા અને જ્યારે જીવનમાં કોઇ વિઘ્ન કે મુશ્કેલી આવે તે સમયે.

આમ ગણેશજી એ દરેક હિંદુના હદયમાં ખુબ જ શ્રધ્ધા અને વિશ્ર્વાસના પ્રતિક સમાન છે. ગણેશનો અર્થ જોઇએ તો ગણ + ઇશ તેમજ ગણ + પતિ – ગણપતિ. જે રીતે જોઇએ તો ઇશ્વરના તમામ ગણોના ઇશ એટલે ગણેશજી તેમજ ગણના પતિ, જીવના ગુણોના પતિ, તેમજ પ્રુથ્વી પર આવેલ હિંદુ સમાજમાં સંગઠનની ભાવનાનું સુચન કરતુ પ્રતિક યાને કે ગણેશજી એ સંગઠનની સુચન કરે છે. જેથી હાલમાં ગણેશજી નો ઉત્સવ દરેક હિંદુ સમાજ ખુબ આંનદ, ઉલ્લાસ, શ્રધ્ધા, ભાવથી અને વિશ્વાસથી દસ દિવસ પર્યન્ત ઉજવે છે. પરંતુ ગણેશજીના પરિવાર પુજનની પાછળ પણ ખૂબ જ સરસ ઉદ્દેશ જળવાયેલો છે. જે પૈકી ગણેશજીનું પુજન કરવાથી જીવના જીવનમાં ‘વિવેક’ ની પ્રાપ્તિ થાય છે. જો જીવનમાં વિવેક આવે તો તેમના પત્ની ‘રિધ્ધિ અને સિધ્ધિ’ જીવના જીવનમાં આવે છે. જો ‘રિધ્ધિ’ અને ‘સિધ્ધિ’ આવે તો જીવને પોતાના જીવનનું ‘લક્ષ’ યાને તેમના દિકરાની કૃપા પ્રાપ્ત થાય છે અને જો સાચું લક્ષ - ધ્યેય પ્રાપ્ત થાય તો જીવને જીવનમાં અંતે એમના દીકરા લાભની અવશ્ય પ્રાપ્તિ થાય છે. આમ ભાગવાન ગણેશજીના માહાત્મતયને સમજીએ તો ખુબ દિવ્ય અને અલૌકિક છે કે જે કતિમલમાં જીવને તુરંત જ કૃપાનું દાન કરે છે. તેવી રીતે ગણેશજીના સ્વરૂપ બાબતે તેમના અંગો બાબતે તથા તેઓએ ધારણ કરેલા આયુધો પણ ખુબ સુંદર જ્ઞાનનું સૂચન કરે છે. તેમજ આદિકળથી ભગવાન ગણેશજીના સ્વરૂપ બાબતે પ્રમાણ છે કે ગજાનનનું સ્વરૂપ સુવર્ણનું, રજતનું, તાંબાનું, પંચધાતુ ઇત્યાદી સાહિત્યનું હોવું જોઇએ. પણ જ્યારે કાળક્રમે ફેરફાર થતો હોય તો ભગાવાનનું સ્વરૂપ માટીનું પણ બનાવી દસ દિવસ પર્યન્ત શ્રધ્ધાથી અને ભાવથી પૂજનની વિધિ વિધાન દર્શાવેલ છે.

આમ જીવ માત્રના વિઘ્નોને દૂર કરનારા સર્વે કાર્યોની સિધ્ધિ આપનારા જીવનમાં ભક્તિ અને સમૃધ્ધિ આપનારા તેમજ કુદરતી કે કૃત્રિમ તમામ આપત્તિઓમાંથી માર્ગ આપનારા, શક્તિ આપનારા એવા ભગવાન ગણેશજી ને કોટિ કોટિ વંદન.