સુરત ગણેશ ઉત્સવ સમિતિ
તાપી નદીને આપણે સૌ માતા માનીએ છીએ, પણ નદીનું પાણી ચોખ્ખું અને પવિત્ર રહે એના માટે આપણે ધ્યાન નથી રાખતા. શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે કે ગંગામાં સ્નાન કરવાથી, યમુના જળ પીવાથી, નર્મદાના દર્શન કરવાથી જ્યારે તાપી મૈયાનું સ્મરણ કરવાથી જ પુણ્ય પ્રાપ્ત થાય છે.
આપણા સૌનું સૌભાગ્ય છે કે આપણે સૌ સુર્યપુત્રી તાપી મૈયાના કિનારે રહીએ છે. સૌથી પવિત્ર નદી ગંગા ૭ કલ્પથી જ્યારે તાપી મૈયા ૧૪ કલ્પથી ધરતી પર વહી રહી છે. આવી પવિત્ર અને મહાન નદીના કિનારે આપણું શહેર વસેલું છે.અત્યાર સુધી આપણે સૌ કચરો, પુજાના ફુલો, પ્લાસ્ટિકની થેલીઓ, મીલ/કારખાનાનું કેમીકલયુક્ત ગંદુ પાણી, તેમજ ગટરનું ગંદુ પાણી નદીમાં નાખી પવિત્ર નદીને ગંદી કરી રહ્યા હતા. તેમાં આપણે ક્દાચ ભાગીદાર ન હોઇએ તો પણ અટકાવવા માટે કશું ન કરીને આપણે પણ ગુનેગાર ગણાશું.
તો ચાલો આપણે સૌ તાપી માતા ને ગંદી અને અપવિત્ર થતી અટકાવવા સંક્લ્પ લઇએ અને પોતાનાથી જ તાપી માતાની રક્ષા કરીએ.
- પુજાના ફુલો અને પુજાની સામગ્રી દરેક ઓવારામાં આવેલા ક્ળશમાં પધરાવવાનો આગ્રહ રાખવો.
- શાસ્ત્ર પ્રમાણે ગણેશજીની પ્રતિમા માટીની હોવી જોઇએ.
- ૧ થી ૩ ફુટની જ ગણેશજીની પ્રતિમાનો આગ્રહ રાખવો, જેથી વિસર્જનમાં ઓછી તકલીફ પડે.
અમારા હેતુઓ
- તાપી બચાવો.
- માટીની મૂર્તિ જનજાગ્રુતિ અભિયાન.
- સમાજ સંગઠન અભિયાન.
- સમાજ ઉત્થાનના કાર્યો.
- ગણેશ ઉત્સવની ધાર્મિકતા અને ગરીમાની જાળવણી.