પરમિટ નંબર આવશે તેના બીજા દિવસે તમારા એરિયા કાર્યાલય પર જઇ પરમિટ મેળવી લેવી સાંજે ૪ થી ૮ વાગ્યા સુધીમાં. જે લોકોની પરમિટ તારીખ 14-09-2024નાં રોજ સુધી આવી છે તે લોકોએ તારીખ 15-09-2024નાં સાંજે 4 થી 8માં કાર્યાલય થી મેળવી લેવી.

સ્વયંસેવક માટે અરજી કરો

સ્વયંસેવક નીતિ નિયમો :
1. જે વ્યક્તિ સ્વયંસેવક બનવા ઇચ્છતી હોય તેનો કોઈપણ ક્રિમિનલ રેકર્ડ હોવો જોઈએ નહિ.
2. જે સ્વયંસેવક આચારસંહિતાનું પાલન કરશે નહિ અને બિભત્સ વર્તન કરતો જણાશે તેનું સભ્યપદ રદ કરવામાં આવશે અને તે અંગેની સમગ્ર જવાબદારી સ્વયંસેવકની જ રહેશે. તે અંગે કોઈ જવાબદારીના ગણેશ ઉત્સવ સમિતિની રહેશે નહિ.
3. ગણેશ ઉત્સવ સમિતિ માં જોડાનાર સંવયંસેવકે ગણેશ ઉત્સવ સમિતિ વિરુદ્ધનું કોઈપણ કૃત્ય કરવું નહિ.
4. સ્વયંસેવકની માન્યતા રદ કરવી કે માન્યતા આપવી તે અંગેના બધા જ હક્કો ગણેશ ઉત્સવ સમિતિના રહેશે. આ અંગેની કોઈ તકરાર ચાલશે નહિ.